રાપર વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે પગલાં લેતા ફફડાટ

Contact News Publisher

વાગડ વિસ્તારના રાપર તાલુકામા આધાર પુરાવા વિના વાહનો ચલાવતા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા સમયાંતરે કાયદાકીય પગલાં લેવામા આવતા રહે છે. જેમાં લાયસન્સ, આરસી બુક, પીયુસી અને વાહન વિમા વગર ફરતા તેમજ જાહેર માર્ગો પર આડેધડ વાહનો પાર્ક કરીને ટ્રાફિકને અડચણ કરતા વાહનો સામે ખાસ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત પોલીસ દ્વારા દંડનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાપર વિસ્તારમાં વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રાપર નગરના દેનાબેંક ચોક, સલારી નાકા, ચિત્રોડ રોડ, પ્રાગપર ચોકડી, ત્રંબૌ ચોકડી સહિતના વિસ્તારમાં વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. જે અન્યવે 25 વાહનો ડીટેઇન કરાયા હતા. 50 સામે એન.સી. કેસ અને 26હજાર 500 સ્થળ પર રોકડ દંડ કરવામાં આવ્યો હતો. કાર્યવાહીમા જિલ્લા ટ્રાફિક પીએસઆઇ બી.એસ ચૌહાણ, એએસઆઇ લખમશી ફોફલ, હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન દૈયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિતેશ વસાવા, દાનાભાઇ નાઈ, પ્રવિણભા ગઢવી અશ્ચિનગીરી ગૌસ્વામી, ટીઆરબીના જવાનો જોડાયા હતા.

Exclusive News