ભુજમાં લેવા પટેલ ટ્રસ્ટની નર્સિંગ કોલેજમાં 81 લાખની વીજ ચોરી પકડાઇ

Contact News Publisher

કચ્છમાં વસતી, સમૃધ્ધિ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી કચ્છી લેવા પટેલ એજ્યૂકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કન્યા શિક્ષણ સંકુલમાં પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ સમયે 81.79 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. જ્યારે  સંસ્થા દ્વારા વીજ ચેકિંગ કરાયું જ નથી તેવો દાવો કરવામાં આવ્યો હતો.

ભુજના હરીપર રોડ પર ટ્રસ્ટ સંચાલિત નર્સિંગ કોલેજના પરિસરમાં પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં બોરના વીજ જોડાણમાં મીટરને બાયપાસ કરી વીજ વપરાશ થતો હોવાનું બહાર આવ્યું હતું. વીજ ટૂકડીએ વીજ મીટર, SMC બોક્સ વગેરેને સીલ મારી કબજે કર્યાં હતાં અને જરૂરી કાર્યવાહી આટોપીને 81.79 લાખની ચોરીનું બિલ ફટકારવામાં આવ્યું હતું.

સંસ્થા વિરુધ્ધ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ભુજ સ્થિત પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે ભુજ શહેર પેટા વિભાગ-1ના નાયબ ઇજનેર નિરવ ઠક્કરનો સંપર્ક સાધતાં તેમણે બનાવ અને પોલીસ ફરિયાદને સમર્થન આપ્યું હતું. જવાબદારો સામે ઈલેક્ટ્રીસીટી એક્ટની કલમ ૧૩૫ તળે ફોજદારી ફરિયાદ નોંધાવાઇ હતી જેમાં વીજ ચોરીની રકમ ઉપરાંત 75 હજાર રૂપિયા કમ્પાઉન્ડીંગ ચાર્જ લગાડાયો હતો.

Exclusive News