વેપારીએ ઠંડા કલેજે લૂંટારુંને ભગાડ્યો

Contact News Publisher

અમદાવાદ શહેરમાં મોડી સાંજે લૂંટનો એક નિષ્ફળ પ્રયાસ થયો છે જે હાલ સૌના ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, સદનસીબે જાનહાની નહીં . મણિનગર ચાર રસ્તા પાસે લૂંટનો બનાવ થતાં અટક્યો છે. મણિનગરમાં લૂંટારું રિવોલ્વર લઈને જ્વેલરની દુકાનમાં ઘુસી ગયો હતો. લૂંટારું મોં પર રુમાલ બાંધીને અને કાળા ચશ્મા પહેરીને શોરુમમાં પ્રવેશ્યો હતો.  ત્યાં પ્રવેશતાની સાથે જ લૂંટારુંએ વેપારીને કહ્યું કે, ફોન રખ નહીં તો ઠોક દૂંગા. જોકે, વેપારીએ હિંમત દાખવીને પ્રતિકાર કર્યો હતો. જેના કારણે લૂંટારુંએ દુકાનમાંથી તરત જ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ ઘટના CCTVમાં કેદ થઈ છે. લૂંટારાએ પિસ્ટલ બતાવી પરંતુ દુકાનદારે કંઈ ન બન્યું હોય તેમ પ્રતિક્રિયા આપી. જે બાદમાં પ્રતિકાર કરતા લૂંટારું ભાગી ગયો હતો. હાલ પોલીસની પૂછપરછમાં અનેક ખુલાસા સામે આવ્યા છે.જ્વેલર્સ શોરુમના વેપારીના પ્રતિકાર બાદ આરોપીએ જાહેરમાં રિવોલ્વર બહાર કાઢી હતી. જે આસપાસના લોકો પાછળ દોડતાં આરોપીએ જાહેરમાં નાશતા  ફાયરિંગ કર્યું હતુ.

મણિનગરના જાહેર રોડ પર લૂંટારાનો આ આતંક CCTVમાં કેદ થયો હતો.સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓનાં મતે લૂંટારું પહેલા પિસ્ટલ સાથે BRTS રૂટમાં પ્રવેશ્યો હતો. તે બાદ ટોળું પણ તેની પાછળ દોડ્યું હતું. જોકે, સદનસીબે લૂંટારાએ હવામાં ફાયરિંગ કર્યું હતું. લૂંટારાના આ બનાવમાં જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર હોત. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના મતે લૂંટારાએ ફાયરિંગ કરીને BRTS રેલિંગ કુદીને બીજી તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના મતે લૂંટારાએ ફાયરિંગ કર્યું ત્યારે જાહેર રોડ પર ભારે ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓનાં મતે લૂંટારું પહેલા પિસ્ટલ સાથે BRTS રૂટમાં પ્રવેશ્યો હતો. તે બાદ ટોળું પણ તેની પાછળ દોડ્યું હતું. જોકે, સદનસીબે લૂંટારાએ હવામાં ફાયરિંગ કર્યું હતું. લૂંટારાના આ બનાવમાં જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર હોત. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના મતે લૂંટારાએ ફાયરિંગ કરીને BRTS રેલિંગ કુદીને બીજી તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના મતે લૂંટારાએ ફાયરિંગ કર્યું ત્યારે જાહેર રોડ પર ભારે ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.

લૂંટારું જેવો BRTS રૂટની રેલિંગ કુદીને બીજી તરફ આવ્યો ત્યારે લોકોના ટોળાએ આરોપીને દબોચી લીધો. આ સમયે ટોળાએ રોષ પણ ઠાલવી દીધો હતો. મોટી સંખ્યામાં ટોળું ભેગુ થતા અને ફાયરિંગ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.લૂંટારું જેવો BRTS રૂટની રેલિંગ કુદીને બીજી તરફ આવ્યો ત્યારે લોકોના ટોળાએ આરોપીને દબોચી લીધો. આ સમયે ટોળાએ રોષ પણ ઠાલવી દીધો હતો. મોટી સંખ્યામાં ટોળું ભેગુ થતા અને ફાયરિંગ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.