ખેડૂતો માટે રાહતના સમાચાર, તીડને લઇને કોઇ ખતરો ન હોવાનો કલેક્ટરનો દાવો છે

Contact News Publisher

બનાસકાંઠામાં ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. તીડ ને  લઇને કોઇ ખતરો ન હોવાનો કલેક્ટરનો દાવો છે. જિલ્લામાં હાલ તીડને લઇને કોઇ સંકટ નહીં હોવાનું કલેક્ટરે જણાવ્યુ છે. વહીવટી તંત્રના સરવેમાં તીડ ન હોવાનું સામે આવ્યું છે. નિયંત્રણ વિભાગે તીડ નિયંત્રીત કર્યાનો દાવો કર્યો છે. બનાસકાંઠા તંત્ર રાજસ્થાનના તીડ વિભાગના સીધા સંપર્કમાં છે. અમે કોઇપણ સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનું કલેક્ટરે જણાવ્યુ હતું.બનાસકાંઠામાં 3 વર્ષ પૂર્વે તીડે હાહાકાર મચાવ્યો હતો અને ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યું હતું. ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના સરહદી રાજ્ય રાજસ્થાનમાં તીડ જોવા મળ્યા હોવાની વાત સામે આવતા ખેડૂતોમાં ખુસીનો માહોલ જોવા મળ્યો હતો . જેને લઈને તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવ્યું હતું. આ આ અંગે સર્વે પણ કરવામાં આવ્યો હતો જેમાં કોઈ પણ પ્રકારનો તીડનો ખાતરો નહીં હોવાનું સામે આવ્યું છે.