ગઢડાની દિકરીએ મમ્મી-પપ્પાને KBCના મંચ ઉપર લઇ જવાનો સંકલ્પ પૂર્ણ કર્યો,સહ પરિવારે એપિસોડ નિહાળતા ભાવ સભર દૃશ્યો સર્જાયા

Contact News Publisher

મારી આઠ વર્ષની ઉંમરે મારા પપ્પા વર્ષ 2012માં કેબીસી માટે સિલેકટ થયા બાદ મારી બાલ્યાવસ્થાની સાર સંભાળ રાખવાના કારણે મારા મમ્મીને પપ્પા સાથે નહીં જઈ શકાતા સંકલ્પ કર્યો હતો કે એક દિવસ મમ્મી પપ્પાને હું કેબીસીના મંચ ઉપર સાથે લઈ જઈશ અને આ સંકલ્પ પૂર્ણ થતાં તેની ખુશીનું વર્ણન શબ્દોમાં ના કરી શકાય. આ શબ્દો ગઢડાની પ્રતિભાશાળી દિકરી ધીમહીએ કહ્યાં હતા.

દરેક યુગમાં જ્ઞાનનો પ્રભાવ રહ્યો છે. ત્યારે વર્તમાન સમયમાં ટી.વી. મીડિયા ઉપર પરિવાર સાથે જોઈ શકાય તેવા અમિતાભ બચ્ચન જેવા મહાનાયકના હોસ્ટ પદે ચાલતા હોટ ફેવરિટ ‘કોન બનેગા કરોડપતિ શો’ યુવાનો સહિતને અપડેટ્સ રહી એચીવ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ પ્રતિષ્ઠિત અને રોમાંચક બની રહ્યો છે. આ શો માટે હોટ સીટ સુધી પહોંચી પોતાના જીવનના યાદગાર અનુભવનો અમૂલ્ય અવસર પ્રાપ્ત કરનાર ગઢડાની કોલેજીયન દિકરી ધિમહી રાજેન્દ્રકુમાર ત્રિવેદીએ પરિવાર સહિત સમગ્ર જીલ્લામાં ભારે ઉત્કંઠા સાથે પ્રસિધ્ધિ પ્રાપ્ત કરી છે.
તારીખ 14 અને 15 ઓગસ્ટ દરમિયાન પ્રસારીત થયેલા એપિસોડને પોતાના ઘરે 93 વર્ષની ઉંમરના દાદાજી સહિત સહ પરિવાર નિહાળ્યો હતો. આ દરમિયાન 93 વર્ષના દાદાજી સહિતનાએ પરિવારમાં દિકરીના એચિવમેન્ટ અને સુંદર પ્રયાસને જોતા ભાવ સભર દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રખ્યાત શો દરમિયાન 9 પ્રશ્નો સુધી પહોંચી બહુ મોટી ધનરાશી નહીં જીતી શકવાનો રંજ નહીં હોવાનું પરંતુ જીવનમાં શ્રેષ્ઠ તક પ્રાપ્ત કરી પોતાનો સંકલ્પ પૂર્ણ થયાની અને પાંચ દિવસ‌ સુધી મુંબઈ સ્ટુડિયોમાં અમિતાભ બચ્ચન જેવા મહાનાયક સાથે રહેવાની રોમાંચક સફર બહુ મૂલ્યવાન હોવાનું જણાવી ભવિષ્યમાં સ્પોર્ટ ક્ષેત્રે આંતરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ કરવાની મહેચ્છા સાથે ધીમહિ ત્રિવેદીએ પોતાની રીતે કે.બી.સી. સુધી પહોંચવાની અને માતા પિતાને સરપ્રાઈઝ આપવાની વાતો અનેરા આનંદ સાથે વ્યક્ત કરી હતી. સાથે સાથે સમગ્ર પંથકમાં લોકોએ ઉત્સાહભેર એપિસોડ નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.