સ્યુસાઈડ અંગે IITનો નિર્ણય, સેમેસ્ટર પરીક્ષામાં ઘટ્યા પેપર

Contact News Publisher

IITમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓને રોકવા અને વિદ્યાર્થીઓમાં તણાવ ઓછો કરવા માટે IIT મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત IIT દિલ્હીએ  પરીક્ષાઓનો એક સેટ ઘટાડ્યો છે. પ્રથમ મિડ ​​સેમેસ્ટરની પરીક્ષામાં બે સેટ હોય છે. જે હવે વિદ્યાર્થીઓએ માત્ર એક જ સેટની પરીક્ષા આપવાની રહેશે. 2018 થી 2023 સુધીમાં સરકારી ડેટા અનુસાર ભારતની ટોપ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આત્મહત્યા દ્વારા થયેલા કુલ 98 મૃત્યુમાંથી ઓછામાં ઓછા 39 મૃત્યુ IITમાં થયા છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હીના ડિરેક્ટર રંગન બેનર્જીના જણાવ્યા અનુસાર IIT દિલ્હીએ તેની મૂલ્યાંકન પ્રણાલીમાં સુધારો કર્યો છે અને વિદ્યાર્થીઓના તણાવને ઘટાડવા માટે મિડ-સેમેસ્ટર પરીક્ષાઓનો સેટ દૂર કર્યો છે. તેમણે કહ્યું કે, અગાઉ એક સેમેસ્ટર દરમિયાન બે સેટની પરીક્ષાઓ થતી હતી. દરેક સેમેસ્ટરના અંતે અંતિમ પરીક્ષાઓ અને અનેક સતત મૂલ્યાંકન પદ્ધતિ હતી.

8 thoughts on “સ્યુસાઈડ અંગે IITનો નિર્ણય, સેમેસ્ટર પરીક્ષામાં ઘટ્યા પેપર

  1. Pingback: Jues Pod
  2. Pingback: sci-diyala

Comments are closed.

Exclusive News