આઝાદી બાદ પ્રથમવાર ભાવનગરના કોટિયા ગામે પહોંચી ST બસ, ગ્રામજનોએ વાજતેગાજતે સામૈયું કર્યું

Contact News Publisher

ભાવનગર: એક તરફ જયારે ગુજરાતને વિકાસનું મોડલ ગણાવવામાં આવે છે, રાજ્યમાં આધુનિક સુખ સુવિધાઓ વધી રહી છે. જાહેર સેવાઓની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર પણ જબરદસ્ત રીતે સુધરી રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લામાં એક એવું પણ ગામ આવેલું છે કે જ્યાંનાં લોકોએ ગામમાં ક્યારેય એસટી બસની સુવિધા જોઈ ન હતી. એમ તો આ વાત નવાઈ પમાડે એવી છે, કેમ કે એકબાજુ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ ગામને આઝાદીના 76 વર્ષ થયા છતાં એસટીની સુવિધા મળી ન હતી. ત્યારે હવે ગામમાં પ્રથમ વખત સરકારી બસ આવી ત્યારે ગ્રામજનોમાં ઉજવણીનો માહોલ દેખાઈ રહ્યો હતો.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ગામ વિકાસથી વંચિત રહી ગયું છે. આ ગામના લોકોએ આઝાદી પછી પહેલી જ વાર પોતાના ગામમાં ST બસ જોઈ. પહેલી વખત આવેલી બસને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું. ત્યારે ગ્રામજનોએ વાજતેગાજતે બસનું સામૈયું કર્યું. આ ગામમાં ભાવનગરના તળાજા ડેપો દ્વારા ડેલી સર્વિસ ST બસની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગામમાં સરકારી બસની સુવિધા શરૂ થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

Exclusive News