બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીએ કહ્યુ- ‘ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા’

Contact News Publisher

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર માટે પ્રિયંકા ગાંધીએ ચૂંટણી સભા સંબોધિત કરી હતી. ચૂંટણી સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપે 10 વર્ષમાં શું કર્યુ તેનો જવાબ આપે
લોકોને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે અગ્નિવીર યોજનાથી યુવાનો સેનામાં જતા નથી. અમારી સરકાર આવશે તો અમે 30 લાખ સરકારી પદો પર ભરતી કરીશું. સ્નાતક યુવાનો માટે એપ્રેટિસ પ્રોજેક્ટ લાવીશું. નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપીશું. સરકારી કંપનીઓને પ્રાઈવેટ બનાવવાનો પ્રયાસ કરાયો છે. ખાનગીકરણથી અનામત મળતું નથી. ભાજપે 10 વર્ષમાં શું કર્યુ તેનો જવાબ આપે. ભાજપે લોકોની વચ્ચે નફરતના બીજ વાવ્યા છે.

વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ ખુલી રહી છે. ખાનગી યુનિવર્સિટીઓની મોંઘીદાટ ફી ભરવી પડી રહી છે. સમગ્ર દેશમાં આજે પેપર લીક થાય છે. ભરતીની પરીક્ષા બાદ વર્ષો સુધી રોજગારીની રાહ જોવી પડી રહી છે. ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા છે. કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ ખાલી છે. આઉટ સોર્સિંગ,કોન્ટ્રાક્ટ પર રોજગાર આપવામાં આવી રહ્યો છે.