ઈફ્કો ચૂંટણી બની વર્ચસ્વની લડાઈ : અમિત શાહના માનીતા સામે જયેશ રાદડિયાની સીધી જંગ

Contact News Publisher

આગામી 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે.  આ વખતે ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. ભાજપે જેને મેન્ડેટ આપ્યો છે તે બિપીન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહિ ખેંચતા ખરાખરીનો જંગ બની રહેવાનો છે. બિપીન પટેલને ભાજપે મેન્ડેન્ટ આપ્યા હોવાનો દાવો છે. તો બીજી તરફ જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે. આમ, એક સીટ પર ત્રણ ઉમેદવારો મેદાને છે.

આ વખતે ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ગુજરાતમાંથી ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવારો વચ્ચે જંગ થવાની છે. આગામી 9 મે ના દિવસે મતદાન થશે. ઈફ્કોમાં સૌરાષ્ટ્ર અને તેમાં રાજકોટ જિલ્લાના મતદારોનો દબદબો છે. કુલ ૧૮૨ મતદારો છે, જેમાં 68 મતદારો માત્ર રાજકોટ જિલ્લાના છે. આવામાં ગુજરાતના 180 મત વિભાજિત થઈ જવાની શક્યતા વધુ છે. આ મતોનુ વિભાજન થતા અણધાર્યું પરિણામ આવે તેવી શક્યતા છે. આ બતાવે છે કે, ભાજપના સહકાર સંગઠનમાં બે ભાગલા પડ્યાં છે.

ભાજપમાં આંતરિક વિવાદ
હવે ઈફ્કોની ચૂંટણીમાં નવી ચર્ચા એ શરૂ થઈ છે કે, રાજ્ય સ્તરેથી મેળવવામાં આવેલા મેન્ડેટની માફક જ કેન્દ્ર સ્તરેથી નવા મેન્ડેટ ઈશ્યૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સહકારી ક્ષત્રેમાં મજબૂત પકડ ધરાવતા અમિત શાહ આ મામલે વિટો વાપરી તેવી ચર્ચા ઉઠી છે. આ વચ્ચે શિસ્તબદ્ધ પાર્ટીમાં બળવાખોરી થઈ છે. બિપીન પટેલે બળવાખોરો સામે પગલા લેવાની લાગણી વ્યક્ત કરી છે. તો બીજી તરફ, જયેશ રાદડિયા અને પંકજ પટેલે પોતાની તરફેણમાં કેન્દ્રીય નેતાગીરી તરફથી મેન્ટેડ ઈશ્યૂ થાય તેવા પ્રયાસો ચાલુ કરી દીધા છે. જયેશ રાદડિયાની વાત કરીએ તો તેઓ સૌરાષ્ટ્રના વગદાર નેતા છે. સૌરાષ્ટ્રના મત પર તેમનું સારુ વર્ચસ્વ છે. તેમજ મોડાસાના પંકજ પટેલ પણ સારું પીઠબળ ધરાવે છે. હવે આ વચ્ચે અમિત શાહના બિપીન પટેલ કેટલા ફાવી જાય છે તે તો 9 તારીખે ખબર પડશે.

ઈફ્કોની ચૂંટણી હવે રસાકસીભરી બની રહેશે
ઈફ્કોમા એક બેઠક માટે ચાર ઉમેદવારો આવતા ચૂંટણી રસાકસીભરી બની રહેશે. હવે મુદ્દો એ છે કે, ચાલુ ટર્મમાં પણ રાદડીયા ઈફ્કોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે દિલિપ સંઘાણી ચેરમેન પદે છે. ઈફ્કોની ગવર્નીંગ બોડીમાં એક સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલીગેટ્સ તેના મતદારો હોય છે.