કાર ભાડે લીધા બાદ લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગ નો વધુ એક સાગરીત પકડાયો

Contact News Publisher

ઊંચી રકમે કાર ભાડે લીધા બાદ બારોબાર ફટકારી મારતી ટોળકી ના વધુ એક વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે.વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં ઓફિસ ધરાવતા મનીષ હરસોલા અને સાગ્રીતોએ ઊંચી રકમ નું ભાડું ચૂકવી કાર ભાડે રાખતા હતા. થોડો સમય ભાડું ચૂકવ્યા બાદ ઠગ ટોળકી ભાડું આપવાનું બંધ કરી દેતી હતી અને દક્ષિણ ગુજરાતમાં કાર સસ્તા ભાવે વેચી દેતી હતી.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ગુનો દાખલ કરતા 113 વાહનોના માલિકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે માસ્ટર માઈન્ડ મનીષ અશોકભાઈ હરસોલા (રત્નદીપ ગ્રીન સોસાયટી ડભોઈ રોડ) ના સાગરીત દીપક રૈયાણી (કામરેજ, સુરત) ને થોડા સમય પહેલા ઝડપી પાડ્યો હતો. દિપક ભાડાની કાર વેચી આપવાનું કામ કરતો હોવાની વિગતો બહાર આવી હતી. દરમિયાનમાં આ ગુનામાં પોલીસે સિરાજ ઉર્ફે સુરાજ સુબાનભાઈ પટેલ (બનારસી મહોલ્લો,નાનપુરા, સુરત) ને ઝડપી પાડી છ દિવસના રિમાન્ડ લીધા છે.