ધોરણ ૧૨ વર્ષ માં બે વખત લેવાશે બોર્ડની પરીક્ષા

Contact News Publisher

બોર્ડની પરીક્ષા 2024માં બેસનારા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર છે. હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બુધવારે રાષ્ટ્ર શિક્ષણ નીતિ  2020 ને અનુરૂપ વિદ્યાર્થીઓ માટે એક નવો અભ્યાસક્રમ ફ્રેમવર્ક બહાર પાડ્યો છે. મંત્રાલયે કહ્યું કે, બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે, તેનાથી વિદ્યાર્થીઓની સમજ અને કૌશલ્યનો વિકાસ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની બે તક મળશે.

શિક્ષણ મંત્રાલયનું નવું માળખું જણાવે છે કે, બોર્ડ પેપર માટે ટેસ્ટ ડેવલપર્સ અને મૂલ્યાંકનકર્તાઓએ આ કાર્ય હાથ ધરતા પહેલા યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમોમાંથી પસાર થવું પડશે. શિક્ષણ મંત્રાલયે વધુમાં કહ્યું કે, 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓએ બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. જેમાં ઓછામાં ઓછી એક ભાષા ભારતની હશે.

Exclusive News