ચંદ્રયાન-૩ મિશનને કચ્છના કારીગરે ૪૦૦ વર્ષ જૂની રોગાન કળામાં કંડારી

Contact News Publisher

કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પણ પોતાની કલા વડે ઉજાગર કરતા આવ્યા છે. ત્યારે હાલમાં ચર્ચાનો વિષય બનેલ ભારતના ચંદ્રયાન ૩ મિશનને કચ્છના કારીગરે ૪૦૦ વર્ષ જૂની રોગાન કળામાં કંડારી છે.

ચંદ્રયાન ૩ની પૃથ્વી પરથી ભરેલી ઉડાન અને ચંદ્રયાનનું ચંદ્ર પર લેન્ડિંગ થયા બાદ રોવર સંશોધન કરતું હોય તેવી બે કૃતિ રોગાન કળાના સ્વરૃપે દર્શાવવામાં આવી છે. ભુજ તાલુકાના માધાપર ગામના રોગાન કારીગર આશિષ કંસારાએ ચંદ્રયાન ૩ની સફરને દર્શાવતી પ્રતિકૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરવામાં આવી છે. કચ્છના કારીગરે આ ૪૦૦ વર્ષ જૂની કળામાં ચંદ્રયાનની કૃતિ બનાવી દિવસ દેશ માટે કેટલો મહત્વપૂર્ણ છે તે સિદ્ધ કર્યું છે.

ધ ત્રણ દિવસની મહેનત બાદ ચંદ્રયાનની બે કૃતિ રોગાન કળા મારફતે બનાવી છે. ચંદ્રયાન ૩ની પૃથ્વી પરાથી ભરેલી ઉડાન અને ચંદ્રયાનનું ચંદ્ર પર લેન્ડિંગ થયા બાદ રોવર સંશોધન કરતું હોય તેવી બે કૃતિ રોગાનના વિવિધ રંગો દ્વારા બનાવી છે. રોગાન આટસ્ટ તરીકે ખાસ કરીને રોગાન કળા વડે પોર્ટ્રેટ ચિત્રો બનાવવાનું વાધારે પસંદ છે. આ રોગાન કળામાં ખૂબ મહેનત લાગે છે. ૪૦૦ વર્ષ જૂની રોગાન કળાને ફરી ઉજાગર કરવા પ્રયત્નો કરી રહ્યા છીએ. રોગાન કળામાં તસવીરો બનાવવી ખૂબ જ મુશ્કેલ છે અને તેના માટે બારીક કારીગરીની જરૃર પડે છે.