ભુજને મહિનામાં ‘કચરા મુક્ત’ કરવાની પાલિકાની કામગીરી ‘નાટક’ સાબિત

Contact News Publisher

એક મહિના ૫ર્વે એટલે કે જુલાઈ મહિનાની ૨૨ તારીખે ભુજને એક જ મહિનામાં ‘કચરા મુક્ત’ કરાશે. એવા દાવા સાથે પાલિકા દ્વારા સમૂહ સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજના જુના બસ સ્ટેશન પાસેથી આ અભિયાનનો પ્રારંભ કરાવતા કારોબારી ચેરમેને દાવો કર્યો હતો કે શહેરના મુખ્ય માર્ગોથી લઈ સોસાયટી વિસ્તારોમાં કચરો ઉપાડી લેવાશે. શહેરના મુખ્ય માર્ગો પરથી રેતીના થર ઉપાડી લેવાશે. પરંતુ, એક મહિના પછી વર્તમાનમાં ભુજ શહેરને જોતા કયાંય એવું દેખાતું નાથી કે, ભુજ પાલિકાના આ સમૂહ સફાઈ અભિયાન સફળ થયો હોય. ભુજ જૈસે થૈ જેવી જ છે.

ભુજ શહેરએ કચ્છ જિલ્લાનું પાટનગર છે. દર વર્ષે વેકેશન દરમિયાન દેશ વિદેશના પ્રવાસીઓ ભુજની મુલાકાત લેતા રહે છે. પરંતુ, ભુજની ગંદકી શહેર માટે કલંક સમાન છે. સોસાયટી વિસ્તાર હોય કે પછી શહેરના જાહેર માર્ગો, કચરો અચુક જોવા મળે જ છે. ભુજ પાલિકાના પ્રમુખો બદલાતા રહ્યા, ચીફ ઓફિસર બદલાતા રહ્યા પરંતુ શહેર ચોખ્ખું ચણાક કરી શકે તેવા કોઈ પ્રતિનિિધ સફળ રહ્યા નાથી. અમુક અંશે લોકો અને વેપારીઓનો પણ એટલો જ વાંક છે કે તેઓ પણ રસ્તા પર કચરો ફેંકે છે. પરંતુ, ગત જુલાઈ મહિને જે રીતે મોટા ઉપાડે સમૂહ સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજના જુના બસ સ્ટેશનાથી કારોબારી ચેરમેને મિડીયા સમક્ષ કહ્યું હતુ કે, એક જ મહિનામાં ભુજ શહેરને ચોખ્ખું ચણાક બનાવી દેવાશે. આ અભિયાનના ભાગરૃપે તેમણે જણાવેલ કે, શહેરને સ્વચ્છ બનાવવા જાહેર માર્ગો પરાથી રેતીના થર ઉપાડી લેવાશે. પરંતુ, એક મહિના બાદ ભુજના બસ સ્ટેશનાથી માંડીને શહેરની વિવિાધ સોસાયટી કોલોની અને જાહેર માર્ગ સહિતના સૃથળો જોતા કયાંય પણ કામગીરી કરાઈ હોય તેવું દેખાતું નાથી. એક મહિના પહેલા જે ગંદકી વાળું ભુજ હતું, એ જ ગંદકી આજે પણ જોવા મળે છે. એટલું જ નહિ, ભુજના બસ સ્ટેશન પાસે નાસ્તાના ધંધાર્થીઓ આજે પણ કચરો નાખે છે. ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કુલને અડીને આવેલી દિવાલને અડીને કચરો આજે પણ ફેંકવામાં આવે છે. તેવી રીતે શહેરના કોલોની હોય કે બજાર વિસ્તાર કચરો અને ગંદકી આજે પણ બરકરાર છે. જાહેર માર્ગોને અડીને પણ રેતીના થર જોવા મળે છે. એટલે, ભુજ શહેરને એક મહિનામાં કચરા મુક્ત બનાવવાની વાત હતી જે સુરસુરિયું સાબિત થઈ છે તેમ ચોક્કસપણે કહી શકાય.

કારોબારી ચેરમેને કરેલા દાવાઓ ફોગટ સાબિત થયા

ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેને શહેરને એક મહિનામાં જે કચરા મુક્ત બનાવવાની વાત કરી હતી તે મુજબ કામગીરી થઈ નાથી. તેમણે દાવો કર્યો હતો કે, શહેરના મુખ્ય માર્ગો ૩૬, ૩૦, ૧૮, ૧૨ અને ૯ મીટર રોડ પરાથી રેતીના થર ઉપાડી લેવાશે. ૨ વોર્ડન, પાંચ સફાઈ કર્મીઓ અને એક વાહનને સાથે રાખીને દર સપ્તાહે સફાઈ કરાશે. ૩૦ દિવસ દરમિયાન જુના ડમ્પ પણ ઉપાડી લેવાશે. દર સપ્તાહે બબ્બે વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. વોર્ડ ૫ ૬થી સમુહ સફાઈ અભિયાનનો પ્રારંભ કરીને તેમણે શાળા સંકુલ પાસે ઉભા રહેતા નાસ્તા રેસ્ટોરેન્ટના ધંધાર્થીઓને અહિં કચરો ન ફેંકવા પણ અનુરોધ કર્યો હતો.  તેમ છતા આજે પણ જુના બસ સ્ટેશન પાસે કચરો જોવા મળે છે.  ડોર ટુ ડોર એક મહિનો સુાધી કચરો ઉપાડાશે તે વાયદા મુજબની કામગીરીના પરિણામ શહેરમાં જોવા મળ્યા નથી.