નકલી ઘી બનાવતા 2 કારખાના પર SOGના દરોડા

Contact News Publisher

તહેવારોમાં લોકોના સ્વાસ્થ્ય  સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો પર પોલીસે તવાઇ બોલાવી છે. ગીર સોમનાથ માં SOGએ નકલી ઘીના  કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે વેરાવળના વખારિયા બજાર અને ડારી ગામના ઘી બનાવતા કારખાના પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે 100થી વધુ શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપી પાડ્યા છે.ડારી ગામે શ્યામ દિવેલ પેઢીમાંથી 52 ડબ્બા અને વેરાવળના વખારિયા બજારમાંથી 69 ડબ્બા શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું છે. બંને સ્થળોએથી પોલીસને મોટાપાયે પામ તેલ, વનસ્પતિ ઘી સહિતની સામગ્રીઓ સાથે કુલ કુલ 2.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જાણ કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને ઘીના નમૂનાઓ એકત્ર કર્યા.  પોલીસની કડક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.