માઉન્ટ આબુમાં કલોલના યુવકો બાખડતા એકની છરી મારી હત્યા

Contact News Publisher

કલોલ પાસેના બિલેશ્વરપુરા ગામે રહેતા મિત્રો ફરવા માટે માઉન્ટ આબુમાં ગયા હતા નીચે ઉતરતી વખતે અંદરો અંદર માથાકૂટ થતા એક યુવકે છાતીના ભાગે છરી મારી દેતા યુવક ઢળી પડયો હતો આ યુવકને ગાડીમાં કલોલમાં લઈને આવ્યા હતા હોસ્પિટલમાં લઈ જતા  ડોક્ટરે મરણ ગયેલ જાહેર કર્યો હતો બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામે રહેતા યુવકો ફરવા માટે માઉન્ટ આબુ ગયા હતા અને તેઓ માઉન્ટ આબુમાં ફરીને નીચે આવી રહ્યા હતા અને એક મંદિર પાસે ઝરણાં નીચે નાહવા માટે ઉભા રહ્યા હતા અહીં આ યુવકોને અંદરો અંદર માથાકૂટ થઈ હતી તે વખતે ભાવેશ સેનમાં નામના યુવકને છાતીના ભાગે છરી મારી દેવામાં આવતા તેનું પ્રાણ પંખી ઉડી ગયું હતું સાથે ગયેલા યુવકો તેને કારમાં લઈને પાલનપુર તથા છત્રાલ અને કલોલની હોસ્પિટલમાં આવ્યા હતા જ્યાં કલોલ ની હોસ્પિટલમાં યુવકને મરણ ગયેલ જાહેર કર્યો હતો બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને યુવકની લાશને પીએમ માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને હત્યા કરનાર યુવકોને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.