ધોળાકુવા ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 84 હજારની મતાની ચોરી કરી પલાયન

Contact News Publisher

માણસા તાલુકાના ધોળાકુવા ગામે આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી મહિલા અને તેમના પતિ મકાનને તાળું મારી ગાંધીનગર ગયા હતા અને તે દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા ચોર ઈસમો એ તેમના બંધ મકાનના રસોડાના દરવાજા નો નકુચો તોડી બેડરૃમ ના કબાટમાંથી સોનાના દાગીના,રોકડ,મોબાઈલ અને ગેસ સિલિન્ડર મળી ૮૪ હજાર ની માતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતે મહિલા કર્મચારીએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકામાં આવેલ ધોળાકુવા ગામના આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા ભારતીબેન સુનિલકુમાર પટણી આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટર્સમાં પરિવાર સાથે રહે છે જેમાં ગઈકાલે સાંજે તેમની નોકરી પૂરી કરી મકાનને તાળું મારી તેમના પતિ સાથે ગાંધીનગર ગયા હતા ત્યારે રાત્રિના કોઇપણ સમયે તેમના આ ક્વાટર પાસે અજાણ્યા ચોર ઈસમો ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા અને મકાનની પાછળ ના ભાગે રસોડાના દરવાજાના નકુચાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી બધો સર સામાન વેર વિખેર કરી દીધો હતો અને બેડરૃમમાં આવેલ કબાટ નો સામાન વેરવિખેર કરી તેમાં મુકેલ ૩૧ હજાર રૃપિયાની કિંમતની સોનાની બુટ્ટી,૩૧ હજાર રૃપિયાની સોનાની સેર,૨૦,૦૦૦ રૃપિયા ની રોકડ અને ૧૦૦૦ રૃપિયાની કિંમતનો મોબાઈલ તેમજ ૧૦૦૦ રૃપિયાની કિંમતના ગેસ સિલિન્ડર ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા તો જ્યારે સવારે દંપતિ ઘરે આવ્યું ત્યારે ઘરનો સામાન અસ્તવ્યસ્ત  પડેલો જોતા ચોરી થઈ હોવાનું જણાતા તેમણે બેડરૃમના કબાટમાં તપાસ કરતા સોનાના દાગીના, રોકડ,મોબાઈલ અને ગેસ સિલિન્ડર ચોરાયા હોવાનું માલુમ પડયું હતું જેથી તેમણે આ બાબતે માણસા પોલીસ સ્ટેશને ૮૪ હજાર રૃપિયાની મતા ની ચોરી કરી ભાગી છૂટનાર અજાણ્યા ચોર ઈસમ  વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.