3000 મીટર સ્ટીપલચેઝમાં ભારતની પારૂલ ચૌધરીએ રચ્યો ઇતિહાસ, તોડ્યો નેશનલ રેકોર્ડ

Contact News Publisher

 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નો અંત આવ્યો, જેમાં ઘણા ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. ભારત માટે પારુલ ચૌધરીએ 3000 મીટર સ્ટીપલચેસમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો અને 11મું સ્થાન મેળવ્યું છે.  આ રેકોર્ડ સાથે પારુલે 2024માં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.સ્ટીપલચેસમાં  બ્રુનેઈની એથ્લેટ વિનફ્રેડ મુટીલે યાવીએ 8:54.29ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. કેન્યાની બીટ્રિસ ચેપકોચે 8:58.98 સાથે સિલ્વર મેડલ જીત્યો અને અન્ય કેન્યાના ફેઈથ ચેરોટિચે 9:00.69ના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે બ્રોન્ઝ મેળવ્યો. પારુલ ચૌધરી 200 મીટર સ્પ્લિટમાં સ્ટીપલચેઝમાં આગળ રહી હતી પરંતુ બાદમાં તેને ગતિ ગુમાવી દીધી હતી અને 11મું સ્થાન મેળવ્યું હતું.

જો પારુલની 3000 મીટર સ્ટીપલચેસની વાત કરીએ તો શરૂઆતમાં 200 મીટર સુધી તે શાનદાર લયમાં જોવા મળી હતી અને તેણે નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું પરંતુ ધીમે ધીમે તેની ગતિ ઓછી થતી ગઈ અને અંતે તેને 11મા સ્થાનેથી સંતોષ માનવો પડ્યો. પારુલ રેસમાં 2900 મીટર સુધી 13માં નંબરે હતી, પરંતુ બાકીના 100 મીટરમાં તેણે તેની ગતિ વધારી અને 11માં સ્થાને રહી. જો કે તેણે તેમાં 9:15.31ના સમય સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. આ સાથે પારુલે રાષ્ટ્રીય રેકોર્ડ હાંસલ કરીને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કર્યું છે.સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. તેમણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરાએ પહેલો થ્રો જરુર ફાઉલ કર્યો હતો, પરંતુ બીજા થ્રોમાં તેમણે 88.17 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો. આખી મેચમાં આનાથી આગળ કોઈ એથ્લેટ ભાલો ફેંકી શક્યા નથી.