ચંદ્રયાન 3 બાદ બીજો મોટો પ્રોજેક્ટ: ‘વ્યોમમિત્રા’ નામની રોબોટને અંતરીક્ષમાં મોકલશે ISRO

Contact News Publisher

ચંદ્રયાન-3ની સફળતાને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઈસરોએ હવે તેના નવા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. ISROનું હવે પછીનું મિશન ગગનયાન છે.  કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી જિતેન્દ્ર સિંહે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં આ મિશન પર મોટી અપડેટ આપી હતી.મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ઓક્ટોબરના પહેલા કે બીજા સપ્તાહમાં આ મિશન હેઠળ અવકાશમાં અવકાશયાન મોકલવામાં આવશે. તેનો હેતુ એ નક્કી કરવાનો છે કે માનવસહિત મિશન સમયે આ અવકાશયાન તે જ માર્ગ પરથી પાછું આવે જ્યાંથી તે ગયું હતું. અવકાશયાનના સફળ પરીક્ષણ બાદ મહિલા રોબોટ વ્યોમમિત્રાને અવકાશમાં મોકલવામાં આવશે.