ભાઈની સગાઈમાં ગયેલી બહેનના ઘરે તિજોરી તોડી રૃ ૪.૦૫ લાખની ચોરી

Contact News Publisher

રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં સ્વામિનારાયણ સોસાયટીમા રહેતા બહેન પોતાના ભાઈની સગાઈમાં ગયા હતા અને પાછળાથી બંધ ઘરને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. તો રાપરના સેલારી ગામમાં બે શ્રમીકોના બંધ ઘરના તાળા તોડી ધોળા દિવસે દાગીનાની ચોરી કરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા જિજ્ઞાબેન રમેશ કુંભાભાઇ રાંકાણી (કોલી)એ પોલીસ માથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. ૨૫-૮ના પોતાના ભાઈ મેહુલની સગાઈ માટે તે પિતાના ઘરે ગયા હતા. તા. ૨૮-૮ના ભચાઉ હતા ત્યારે પાડોશી રાધાબેન ગઢવીએ ફોન કરીને જાણ કરી હતી કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો કેમ મુકી ગયા છો, જેાથી ફરિયાદી મહિલા ઘરે સાંજે પરત આવી ગયા હતા. મકાનના તાળા તુટેલુ જણાતા ઘરમાં અંદર પ્રવેશતા સરસામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ઘરની તિજોરી જોતા તાળુ તુટેલુ જોવા મળ્યુ હતુ જેમાં રહેલા બે લાખ રોકડા, સોનાની કાનની બુટ્ટી, સોનાની ચેઈન, ચાંદીનો કંદોરો, પગમાં પહેરવાના સાંકળા મળી કુલ ૪.૦૫ લાખ રુપીયાની માલમત્તા ચોરી કરી ગયા હતા.હતી.

રાપરના સેલારી ગામમાં ધોળા દિવસે બે શ્રમીકના બંધ મકાનના તાળા તુટી ૪૧ હજારની ચોરી કરી જવામાં આવી હતી. આ અંગે ખીમજી સોમા રબારીએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ગત તા. ૨૫-૮ના પંચાયતના કામે ગયા હતા ત્યારે બપોરે પરત ઘરે આવ્યા ત્યારે મકાનનુ તાળુ તુટેલી હાલતમાં જોવા મળ્યું હતુ અને સરસામાન વેરવિખેર જોવા મળ્યો હતો. સ્ટીલના ડબ્બામાં રખાયેલા સોના ચાંદીના દાગીના કુલ ૩૧ હજારની ચોરી કરી ગયા હતા તો બાજુમાં આવેલા તેમના કાકા રત્નાભાઈ ભગુભાઈના ઘરે પણ તાળા તુટેલા મળી આવતા તેમના ઘરમાંથી સોના ચાંદીના દસ હજારના દાગીના ચોરી જવાયા હતા. આમ બે ઘરમાંથી ૪૧ હજારની ચોરી કરી જવાઈ હતી. જેાથી આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.