ચોથામાળે ચડેલી છોકરી કુંદવા પડી

Contact News Publisher

ગાજિયાબાદમાં  સાંજે એક છોકરી બિલ્ડિંગના ટેરેસ પર ચડીને હાઈ વોલ્ટેજ ડ્રામા શરુ કરી દીધો હતો . છોકરી ટેરેસ પર એવી જગ્યાએ ઊભી હતી, જ્યાંથી થોડી ચૂક થઈ તો તેનો જીવ જઈ શકતો હતો. તેને ટેરેસ પર જોઈને ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો તેનો વીડિયો બનાવવા લાગ્યા હતા. સૂચના મળતા પોલીસ પહોંચી અને ભારે મુશ્કેલીથી તેને સમજાવીને નીચે ઉતારી હતી. જાણવા મળતી વિગત અનુસાર , તેની માતાનું નિધન થઈ ચુક્યું છે અને તેના પિતા અભ્યાસ છોડાવવા માગે છે.આ ઘટના ઈંદિરાપુરમ વિસ્તારના અભય ખંડ પોલીસ ચોકીની નજીકની છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થઈ હતી કે, એક છોકરી બિલ્ડિંગના ચોથા માળ પર ચડી ગઈ છે અને સુસાઈડ કરવા માગે છે. તે ટેરસ પર એવી જગ્યાએ જઈને ઊભી થઈ હતી, જો જરાં પણ ચૂક થવા પર તે નીચે પડી શકતી હતી. આવી જાણકારી સ્થાનિક લોકોએ આપી. ઘટનાસ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ. લોકોએ તેનો વીડિયો ઉતારી લીધો.

Exclusive News