સાળંગપુરમાં ભીંતચિત્રોના વિવાદ મામલે સાંસદ રામ મોકરિયાનું મોટું નિવેદન

Contact News Publisher

સાળંગપુર હનુમાનજીના મંદિરમાં ભીંતચિત્રનો વિવાદ વકર્યો છે, ત્યારે આ મામલે સાંસદ રામ મોકરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, હું મારૂતિનો ભક્ત છું, તેમનું સન્માન જળવાવું જોઇએ. શંકરાચાર્યથી કોઇ મોટું નથી, તેમની અપીલ વ્યાજબી જ હોય. હિંદુ સમાજમાં ભાગ પડે તેવું ન થવું જોઈએ.વધુમાં જણાવ્યું કે  હું પૂજારી છું, તો પૂજારી થઈને હું ભગવાનનું રૂપધારણ કરી લઉં એ વ્યાજબી નથી, મારે પૂજારી જ રહેવું જોઈએ. એ લોકોએ આવા વિવાદથી દૂર રહેવું જોઇએ, એવી હું ભક્તોને વિનંતી કરું છું. હું સ્વામિનારાયણ સંપ્રદાયને વિનંતી કરું છું. વિવાદ ન થાય અને હિંદુ સમાજમાં ખોટા ભાગ ન પડે તે આપણા સમાજ માટે હિતાવહ છે. શંકરાચાર્યથી કોઇ મોટું નથી, તે જે અપીલ કરે છે તે વ્યાજબી માનવી જોઇએ. તે આપણા આખા દેશના શંકરાચાર્ય છે અને આપણા આરાધ્ય દેવ ગણાય. તેમની વાતને હું સમર્થન આપું છે.