સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદ માં 3000 સાધુ-સંતો ભેગા કરવાની તૈયારી

Contact News Publisher

સાળંગુપર મંદિરમાં બનાવવામાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્યપ્રતિમાની નીચે કણપીઠમાં ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરી રહ્યા છે.આ  ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. સાધુ-સંતો તેમજ  હિન્દુ સંગઠનોએ ભીંતચિત્રો હટાવવાની માંગણી કરી છે. તો આ ભીંતચિત્રોને લઈને સાળંગપુર, કુંડળ, વડતાલ, પોઈચા અને રાજકોટના સ્વામિનારાયણ મંદિરે નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ રાજકોટના વકીલ દ્વારા મોકલવામાં આવી છે.