ચંદ્રયાન-સૂર્યયાન બાદ હવે શરું કરશે ત્રીજું સ્પેસ મિશન

Contact News Publisher

 ચંદ્રયાન પછી આદિત્ય-એલ1 મિશન બાદ હવે ઈસરોએ એક ત્રીજું સ્પેસ મિશન શરું કરી રહ્યું છે. દેશની મોટી સ્પેસ એજન્સી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને  હવે ત્રીજા સ્પેસ મિશનની તૈયારી શરુ કરી છે. એક્સ્પોસેટ છોડવાની ઈસરોની તૈયારી છે. આ સેટેલાઈટ ભારતનું પ્રથમ સમર્પિત પોલારિમેટ્રી મિશન છે. પોલારિમેટ્રી સેટલાઈટ અવકાશમાં જઈને તેજસ્વી ખગોળીય એક્સ-રે સ્ત્રોતોના વિવિધ પરિમાણોનો અભ્યાસ કરશે. ઈસરો આ માટે એક અવકાશયાન પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલશે જેમાં બે વૈજ્ઞાનિક અધ્યયન ઉપકરણો હશે.