સુરતમાંથી નકલી દારુની ફેક્ટરી ઝડપાઈ, જૂની બોટલમાં બનાવટી ભરીને સપ્લાય કરતા 2 ઝડપાયા

Contact News Publisher

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી બનાવટી દારુની ફેક્ટરી ઝડપાઈ છે. પીસીબીએ દરોડો પાડીને નકલી દારુની ફેક્ટરી ઝડપી પાડી છે. ઈચ્છાપોર વિસ્તારમાં નકલી દારુ બનાવવામાં આવ્યો હતો, જેને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે 9.28 લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે. જુદી જુદી  બ્રાન્ડની બોટલોમાં નકલી દારુને મશીન વડે પેક કરીને સુરત વિસ્તારમાં વેચતા હતા.હકીકતના આધારે પીસીબીએ દરોડો પાડ્યો હતો અને જેમાં બે આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી કલ્પેશ સામરીયા નામનો શખ્શ આ નકલી દારુ બનાવવાની ફેક્ટરીનુ સંચાલન કરતો હતો. પોલીસે ઝડપેલા બંને શખ્શો અગાઉ પણ દારુના ગુનામાં ઝડપાયા હતા. પરંતુ આ વખતે નકલી દારુ બનાવીને તેને પેક કરીને સપ્લાય કરતા હોવાનુ પોલીસે ઝડપી પાડ્યુ હતુ. નકલી દારુ પેક કરવા માટેના બનાવટી ઢાંકણા અને સીલ પેક કરવાની સામગ્રી સહિત બોટલો અને ખોખા સહિતનો સામાન પોલીસે ઝડપી લઈને તપાસ શરુ કરી છે.