ONGC માં એપ્રેન્ટિસની 2500 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, 10 અને 12 ધોરણ પાસ ઉમેદવાર કરી શકશે અરજી

Contact News Publisher

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ  દ્વારા એપ્રેન્ટિસની 2,500 જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગે છે તે સત્તાવાર વેબસાઈટ ongcindia.com પર જઈને અરજી  કરી શકે છે. તમે સૂચનામાં આ ખાલી જગ્યા સંબંધિત તમામ વિગતો વાંચી શકો છો. અરજદારો નોંધણી 1 સપ્ટેમ્બર 2023 થી 20 સપ્ટેમ્બર 2023 સુધી કરી શકે છે. પરિણામ 5 ઓક્ટોબર 2023ના રોજ જાહેર કરવામાં આવશે.