ભરૂચ નશો કરવા પ્રિસ્કીપશન વગર દવાઓ આપતા 5 મેડિકલ સ્ટોર સંચાલક ઝડપાયા

Contact News Publisher

ભરૂચમાં પેઇનકિલરના ઓવરડોઝથી નશો કરવાના કૌભાંડનો ભરૂચ પોલીસ તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના જોઈન્ટ ઓપરેશનમાં પર્દાફાશ કર્યો છે. પ્રિસ્કીપશન વગર દવાઓ મેળવી નશો કરવાના મામલામાં તંત્રએ 20 મેડિકલ સ્ટોરમાં ડમી ગ્રાહક મોકલ્યા હતા જે પૈકી 5 માં પ્રિસ્કીપશન વગર સંચાલકોએ દવા આપી દીધી હતી.

જેના નામ નીચે મિજાબ છે :

  1. ન્યુ મા મેડીકલ સ્ટોર, શોપ નંબર ૫, ઋષિરૂપ કોમ્પલેક્સ દહેજ ચોકડી, તા. વાગરા જી. ભરૂચ
  2. ભાવના મેડીકલ એન્ડ જનરોલ સ્ટોર, શોપ નંબર 6 અને 7, શાલીગ્રામ કોમ્પલેક્સ પોસ્ટ જોલવા તા. વાગરા જી. ભરૂચ.
  3. જય ગાયત્રી મેડીલીંક, ભૃગુ કોમ્પલેક્સ રહીયાદ,  તા. વાગરા જી. ભરૂચ.
  4. જય ગાયત્રી મેડીસીન્સ, દુકાન નંબર 1, જાગેશ્વર તા. વાગરા જી. ભરૂચ.
  5. ગજાનંદ મેડીકલ સ્ટોર, દુકાન નંબર ર, ભેસલી, તા. વાગરા જી. ભરૂચ.