સુરત આર્કિટેક દ્વારા PM મોદીના જન્મદિવસ માટે કરાઈ ખાસ તૈયારી, 7 હજારથી પણ વધારે ડાયમંડનો ઉપયોગ કરી બનાવ્યું પોટ્રેટ

Contact News Publisher

વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર સુરતના આર્કિટેક હીરા જડિત પોટ્રેટની ભેટ આપશે. આર્કિટેક વિપુલ જેપીવાલાએ PM મોદીને જન્મદિવસની ખાસ ભેટ આપવા માટે 7 હજાર 200 ડાયમંડથી પોટ્રેટ બનાવ્યું છે. આ પોટ્રેટ બનાવવા માટે વિવિધ પ્રકારના ત્રણ કલરના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.અસલી ડાયમંડ જેવા લાગતા આ અમેરિકન ડાયમંડમાં દાઢી અને વાળમાં સફેદ કલરના જોવા મળે છે. જયારે ચહેરા માટે સ્કીન કલરના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડાયમંડ લાંબા સમય સુધી ચોટેલા રહે તે માટે ખાસ પ્રકારની બેકગ્રાઉન્ડ સીટ લેવામાં આવી છે.

વડાપ્રધાન પોતાના જીવનના 72 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેથી આ પોટ્રેટમાં 7 હજાર 200 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીએમ મોદીના આ પોટ્રેટને તૈયાર કરવામાં આર્કિટેક્ટને લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો હતો.અમેરિકાના ફર્સ્ટ લેડીને પીએમ મોદીએ સુરતનો હીરો ભેટમાં આપ્યો હતો. તે સમયે આર્કિટેકે વડાપ્રધાનને હીરાથી બનેલી વસ્તુની ભેટ આપવાનું વિચાર્યું હતું. આર્કિટેકે નરેન્દ્ર મોદીના 20 જેટલા ફોટા જોયા બાદ આર્કિટેકે હીરા જડિત પોટ્રેટ બનાવ્યું હતું.