અમરેલી બગસરાના હાલરીયા ગામે સિંહણે કર્યો બાળકીનો શિકાર, સિંહણને પાંજરે પુરવા વન વિભાગ થયુ દોડતુ

Contact News Publisher

અમરેલી જિલ્લામાં બગસરાના હાલરીયા ગામે સિંહણે (Lioness) બાળકીનો શિકાર (hunting) કરતા ફફડાટ ફેલાયો છે.સામાન્ય રીતે અમરેલી અને તેની આસપાસના વિસ્તારમાં સિંહ અને સિંહ પરિવારનાં આંટા ફેરા જોવા મળતા હોય છે. જો કે તેમના દ્વારા માનવ પર હુમલો કરવામાં આવે તેવી ઘટના બનતી નથી હોતી. જો કે બગસરામાં બનેલી આ ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.બગસરાના હાલરીયા ગામે પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જઇ સિંહણે ફાડી ખાધી હતી. સામાન્ય રીતે આ વિસ્તારોમાં સિંહ દેખાય તો પણ તે પશુઓનું મારણ કરતા હોય છે. જો કે એક બાળકી પર સિંહણના હુમલાની ઘટનાએ સ્થાનિકોમે હચમચાવી દીધા છે.સ્થાનિકો દ્વારા જલ્દીમાં જલ્દી આ સિંહણને પાંજરે પુરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.