સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં મહિલાઓનો દબદબો

Contact News Publisher

સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અન્ય નામો જાહેર થયા તેમાં મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છે. સ્થાયી સમિતિમાં પહેલીવાર એકસાથે સાત મહિલા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. મહાનગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે જેની કોઈ ચર્ચા જ ન ચાલતી હતી તેવા રાજન પટેલ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. જ્યારે સ્થાયી સમિતિની ટીમમાં મહિલાઓનું પ્રભુત્વ જોવા મળ્યું છે. સ્થાયી સમિતિની ટીમમાં એક સાથે પહેલીવાર સાત મહિલા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

સ્થાયી સમિતિના સભ્યોના નામ આ પ્રમાણે છે

સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ

સ્થાયી સમિતિના સભ્ય તરીકે ઘનશ્યામ સવાણી

સુમન ઘડિયા

નરેશ ધામેલીયા

દીનાનાથ ચૌધરી

ડિમ્પલ કાપડિયા

ગીતા રબારી

આરતી વાઘેલા

નિરાલા રાજપુત

અલકા પાટીલ

જીતેન્દ્ર સોલંકી

ભાવિશા પટેલ