CM ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના 2 વર્ષ પૂર્ણ, આરોગ્ય, ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગમાં લેવાયા અઢળક મોટા નિર્ણયો

Contact News Publisher

રાજ્યના મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રીના શાસનકાળમાં નાગરિકોની સુખાકારીને લઈને કેટલીય યોજના અમલમાં મૂકવામાં આવી છે. દાદાના હુલામણા નામથી ઓળખાતા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દમદાર નેતૃત્વમાં રાજ્યએ કેટલાય નવા આયામો સર કર્યા છે. કુદરતી આફત સમયે હરહંમેશ દાદાના નેતૃત્વમાં ઉમદા કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં 2400થી વધુ અમૃતમ સરોવરના નિર્માણ કરવામાં આવ્યા છે. સતત બીજા વર્ષે પણ કોઈ પણ નવા કરવેરા નાખ્યા વિના 3 લાખ 1 હજાર 22 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું. G20ની બેઠકનું પણ ગુજરાતમાં સફળ આયોજન કરી ભૂપેન્દ્ર પટેલની સરકારે પૂરવાર કર્યું કે રાજ્યની સત્તા સક્ષમ હાથોમાં છે. રાજ્યમાં 7 લાખ જેટલા ભુલકાને શાળા પ્રવેશોત્સવ દ્વારા આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો. તો રોજગારી આપવામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવે છે. રાજ્યમાં 4900 જેટલા વર્ગખંડોના બાંધકામની શરૂઆત કરી શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી છે. સિંચાઈ ક્ષેત્રે પણ રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતોને ફાયદો થયો છે. રાજ્યના પશુધનની પણ સરકાર ચિંતા કરે છે અને તેથી જ રાજ્યના 96 લાખ પશુને રસીકરણ આપવામાં આવ્યું છે. રાજ્યના નાગરિકોને વ્યાજ્ખોરીના ચુંગાલમાંથી બચાવવા 4 હજાર લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું. યાત્રાધામના વિકાસ માટે રૂ.334 કરોડના 64 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગૂ કરાઈ. ઓ.બી.સી. વર્ગોને બેઠકો/હોદ્દા માટે(પ્રમુખ,મેયર,સરપંચ) 27 ટકા અનામત રહેશે. માટી મારો દેશના રાજ્યવ્યાપી અભિયાનમાં 15,136 શિલાફલકમની સ્થાપના 15,58,166 નાગરિકોએ સેલ્ફી અપલોડ કરી 21,28,105 નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી, વસુધા વંદન કાર્યક્રમ હેઠળ 16,336 અમૃત વાટિકાનું નિર્માણ 12,28,025 રોપાઓનું વાવેતર, વીર વંદના હેઠળ 29,925 વીરો/વીરાંગનાઓ તેમજ પરિવારોનું સન્માન કરાયું.  21,01,085 નાગરિકોએ ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી બન્યા છે. બીપરજોય સામે ઝીરો કેઝ્યુલિટી એપ્રોચથી મોટી જાનહાની અને નુકસાન ટાળી શકાયું. બીપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકારે ₹.11.60 કરોડની ત્વરિત નુકશાન વળતર સહાય ચૂકવી અને 240 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ.  19 થી 21 મે રાજ્યની સરકારની દસમી ચિંતન શિબિરનું આયોજન થયું. નર્મદા જિલ્લાના રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીમાં રાત્રી રોકાણ કરીને બે દિવસ વિતાવ્યા. ગ્રામજનો સાથે સંવાદ કરીને વિવિધ યોજનાના લાભાર્થીઓના પ્રતિભાવ જાણ્યા. 2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ છે

શાળા પ્રવેશોત્સવના 20માં તબક્કાનું સફળતા પૂર્વક આયોજન થયું. 27જિલ્લાઓની 27,368 પ્રાથમિકશાળાઓની 46,600થી વધુ મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. 9 લાખ 77 હજાર ભુલકાંઓનો આંગણવાડી પ્રવેશ ધોરણ-1માં 2.30લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો માટે ઓનલાઈન પાસ સુવિધ. ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–2023’અનુસાર રોજગારવાંચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. રાજ્યના યુવાઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધી શકે તે માટે 33,000 થી વધુ યુવાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે સહાય પ્રદાન કરી.  ધોરણ 1 થી 8માં રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવેલ અને ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 થી 12માં અભ્યાસ માટે 25,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કૂલ વાઉચર આપવા માટેની યોજનાની જાહેરાત કરી. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ,4,900 થી વધુ વર્ગખંડોના બાંધકામની કામગીરી શરૂ અને 13,700 થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ્સના ઈન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થઈ

ગૃહ વિભાગ
મક્કમતાથી ગુજરાત જ નહીં પરંતુ દેશમાં ડ્ર્ગ્સને ઘૂસતું અટકાવ્યું છે. જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો. સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ રોકવા કડકમાં કડક સજાનું વિધેયક લાવીને સરકાર યુવાનોના ભવિષ્યને ધૂંધળું થતું અટકાવવા પ્રતિબદ્ધ બની છે. માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી રાજ્યની સંસ્કૃતિ અને “અસ્મિતા” જાળવી શકાય તે માટે ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરતો કાયદો બનાવ્યો. રાજ્યના સામાન્ય અને જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે 4,000 જેટલા લોકદરબાર યોજવામાં આવ્યા જેમાં 1,29,000થી વધુ લોકો હાજર રહ્યા. 22 હજાર જેટલા લોકોને સરકાર દ્વારા 261.97 કરોડ રૂપિયાની લોન અપાવી. સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T)ની રચના કરાઈ. ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડકમાન્ડએન્ડકંટ્રોલસેન્ટર (i3C)નેનેશનલઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો. રાજ્યમાં ખાસ મહિલા એસ.આર.પી. બટાલિયન સ્થાપવાનો નિર્ણય