વાહન હાંકતાં આવી ભૂલ કદી ન કરવી, કરી તેમાં કચડાઈ મર્યું કપલ

Contact News Publisher

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ઓવરટેકના ચક્કરમાં એક યુવા કપલે જીવ ગુમાવ્યાં, વીડિયો જોતા એવું જ લાગે છે કે આ કદાચ તેમની જ ભૂલ હતી કે તેઓ ન થઈ શકે તેવી રીતે ઓવરેટક કરવા ગયા અને તેમાં ફોગટમાં જીવ ગુમાવ્યો. ગાઝિયાબાદમાં બુધવારે એક ટ્રેલર ટ્રકે સ્કૂટર પર સવાર દંપતી કચડી નાખ્યું હતું. આ ભયાનક બનાવના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને આપણે શીખવી રહ્યાં છે કે આવી રીતે કદી પણ વાહન ન હાંકો.ફૂટેજ અનુસાર, કપલે ફ્લેટબેડ ટ્રેલર ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેલર જતું હતું ત્યારે સ્કૂટર સવાર કપલ તેની સામેથી નીકળીને જવાનો પ્રયાસ કર્યો તેમાં ટક્કર વાગતા કપલ નીચે પડી ગયું અને વ્હીલ નીચે આવી જતા કમોતે મર્યું.  આ દંપતીને તાત્કાલિક સંજયનગરની જિલ્લા સંયુક્ત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એસીપી રિતેશ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ આસામના સિલિગુડીના રહેવાસી 28 વર્ષીય અરુણ અને 27 વર્ષીય સુનિતા તરીકે થઈ છે. આ દંપતી રાજનગર એક્સ્ટેંશનની રાજ સામ્રાજ્ય સોસાયટીમાં રહેતું હતું અને ફાઇનાન્સ કંપનીમાં કામ કરતું હતું. એસીપી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે યોગ્ય કાનૂની કાર્યવાહીનું પાલન કરવામાં આવી રહ્યું છે અને ટ્રક કબજે કરી છે. કમનસીબ અકસ્માત અંગે મૃતકના પરિવારને પણ જાણ કરવામાં આવી છે.આ ઘટનામાંથી બોધપાઠ એ લેવાનો કે વાહન હાંકતી વખતે કદી પણ ખોટી ઉતાવળ ન કરવી અને તેમાં ઓવરેટક તો ખૂબ સાવધાની પૂર્વક કરવો, જરા સરખી ભૂલ પણ મોત લાવી શકે છે.