ખોડિયાર માતાજીનું અપમાન કરવા બદલ સ્વામિનારાયણ સંતે હાથ જોડીને માંગી માફી

Contact News Publisher

સાળંગપુર ભીત ચિત્રોનો વિવાદ માંડ માંડ થાળે પડ્યા બાદ ફરી એકવાર વિવાદીત નિવેદનને લઈ ધાર્મિક મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. જોકે ખોડિયાર માતાજીનું અપમાન કરનાર સ્વામિનારાયણ સાધુએ અંતે માફી માંગી હોવાનું સામે આવ્યું છે. સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કર્યા બાદ હવે ભારે વિરોધ વચ્ચે માફી માંગી છે. તેમણે કહ્યું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી બ્રહ્મ સ્વરૂપે એક વાયરલ વીડિયોમાં કહ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું  બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે.

તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.ખોડિયાર માતા અંગે વિવાદિત નિવેદન કરનારા બ્રહ્મસ્વરૂપ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા હોય તેમ ગાયબ થઈ ગયા છે. નિવેદન બાદ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાને એક રૂમમાં બંધ કર્યા છે તેમજ ભક્તોને અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું કરીને રૂમમાં ન આવવા આદેશ આપ્યો છે. રૂમ આગળ જ સ્વલિખિત નોટિસ લગાવી દીધી છે. જેમાં સમાચાર સિવાયની વાત કરનાર ભક્તને જ પ્રવેશ આપવાની પણ કરી વાત લખવામાં આવી છે. અત્રે જણાવી દઈએ કે, બ્રહ્મસ્વરૂપ સ્વામીએ મોબાઈલ ફોન પણ બંધ કર્યો છે. બ્રહ્મસ્વરૂપ સ્વામી કંડાળી આશ્રમના ઘનશ્યામ સ્વામીના મોટા ચેલા છે. જેઓ ગુરુને છોડી વડતાલ ધામમાં આવીને વસ્યા છે. બ્રહ્મસ્વરૂપ સ્વામી પર ચારે બાજુથી ટીકાઓ વરસતા એકાંતવાસમાં ગાયબ થયા છે.વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ બફાટ કર્યા મામલે હવે માંગી માંગી છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડીયાર માતાજી મામલે ટિપ્પણી કરી હતી. જે બાદમાં ખોડલ ધામ ટ્રસ્ટ અને ભક્તોની લાગણી દુભાઈ હતી. જેને લઈ હવે વડતાલ મંદિરના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માંગી છે. તેમણે કહ્યું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. છતાં મારા શબ્દોથી કોઈને કેંસ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દિલગીરી સાથે, હાથ જોડીને કરબદ્ધ ક્ષમા યાચના ચાહું છું. આ સાથે કહ્યું કે, ફરી વખત આનું પુનરાવર્તન નહી થાય તેની ખાતરી આપું છું.