અનંતનાગમાં છેલ્લા 48 કલાકથી અથડામણ યથાવત: ડ્રોનથી બોમ્બમારો, જવાબી ફાયરિંગ, 3 આતંકીઓ છૂપાયાની આશંકા

Contact News Publisher

છેલ્લા ત્રણ દિવસથી જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાની આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે, જેમાં વધુ એક વીર સપુતે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હોવાનુબસામે આવ્યું છે.  કાશ્મીરના અનંતનાગના ગડુલ કોકેરનાગમાં ચોથા દિવસે શુક્રવારે પણ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ રહી હતી. જેમાં આતંકીઓની ગોળીએ ઘાયલ થયેલા એક જવાનનું ટૂંકી સારવાર બાદ વીર ગતિ પામ્યા હોવાનું સામે આવ્યું છે.રાજોરી સુધી ફેલાયેલા પીર પંજાલના ગાઢ જંગલમાં બેથી ત્રણ આતંકી છુપાયેલા હોવાની પણ શંકાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જેમાંથી એક લશ્કર એ તોયબાનો કમાન્ડર ઉજૈરં ખાન પણ સામેલ છે.સેનાના ઓફિસરોનું કહેવું છે કે જંગલમાં છુપાયેલા આતંકવાદીઓને ચાર કિલોમીટરના વિસ્તારમાં ઘેરી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં ડ્રોનની મદદથી બૉમ્બમારો કરવામાં આવી રહ્યો છે.  આર્મીના જવાનો અને જમ્મુ કાશ્મીર પોલીસ ચેકીંગ અભિયાન ચલાવી રહી હતી એ દરમ્યાન આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો.આ આતંકીઓના હુમલામાં બુધવારે સેનાના કાર્નલ મનપ્રિત સિંહ, મેજર આશિષ ઘોઁચક અને જમ્મુ કાશ્મીર પોલીસના DSP હુમાયુ ભટ્ટ શહીદ થયા હતા. જેને પગલે સેનાના કમાન્ડોઝ, સ્નાઇપર ડોગ્સ, ડ્રોન, હેલિકોપ્ટરની મદદથી આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.મોહાલીમાં રહેતા કર્નલ મનપ્રીતના અંતિમ સંસ્કાર આજે બપોરે કરવામાં આવ્યા હતા. તો પાનીપતના મેજર આશિષ ઘોઁચકના પાર્થિવદેહને તેમના પૈતૃક ગામ બિંજોલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો જમ્મુ કાશ્મીર પોલીસના શહીદ DSP હુમાયુ ભટ્ટને ગુરુવારે તેમના પૈતૃકે ગામ બડગામમાં સૂપૂર્દે ખાખ કરવામાં આવ્યા હતા.