વડોદરામાં SRP જવાને દાઢી નીચે રાયફલ મૂકી જાતે ટ્રીગર દબાવી આત્મહત્યા કરી

Contact News Publisher

ડભોઇ રોડ એચપી પેટ્રોલ પંપની સામે શક્તિનગરમાં રહેતા 47 વર્ષના પ્રવીણભાઈ જેસંગભાઈ બારીયા લાલબાગ એસઆરપી ગ્રુપમાં સંત્રી તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે રાત્રે તેઓ સંત્રી તરીકે ગારડ ડ્યુટી પર હાજર હતા તે દરમિયાન તેમને ફાળવવામાં આવેલી ઇન્સાસ રાયફલ વડે દાઢીના નીચેના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. મોડી રાત્રે અચાનક જ ગોળીબારનો અવાજ થતાં અન્ય જવાનો અને સ્ટાફ દોડી આવ્યા હતા. પરંતુ એસઆરપી જવાનનું સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે નવાપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.