કાશ્મીરમાં આતંકીનો અંત નક્કી! જીવ બચાવવા ભાગતા દેખાયા, ડ્રોન ફૂટેજમાં થયું રેકોર્ડ

Contact News Publisher

આજે સતત ચોથા દિવસે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.  અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચાર જવાનો શહીદ થયા હતા.પહાડી વિસ્તારના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે ચાલી રહેલા ઓપરેશનમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ડ્રોનમાં એક ફૂટેજ કેદ થઇ હતી જેમાં આતંકીઓ પોતાનો જીવ બચાવવા ભાગતા જોવા મળી રહ્યા છે.

ડ્રોન સર્વેલન્સના આધારે સુરક્ષા દળોએ આતંકીઓના છુપાયેલા સ્થાન પર મોર્ટાર શેલ છોડ્યા છે. આ સિવાય સુરક્ષા દળોએ વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે. આતંકવાદીઓ પાસે ભાગવા માટે હવે કોઈ રસ્તો નથી.

પહાડી વિસ્તારમાં 2-3 આતંકીઓ ફસાયા હોવાની માહિતી 

કાશ્મીરના ADGP અનુસાર, અનંતનાગ પહાડી વિસ્તારમાં 2-3 આતંકીઓ ફસાયેલા છે અને તે બધાને ઠાર કરવા સેના દ્વારા સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાને એક મોટી સફળતા મળી પણ હાથ લાગી છે જેમાં ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓના છુપાયેલા સ્થાન પર બોમ્બ ફેંકી તેને નષ્ટ કરી દીધા છે.

બે શંકાસ્પદ વ્યક્તિઓની ઘરપકડ 

ગઈકાલે બારામુલ્લામાં સુરક્ષા દળોએ બે શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પડ્યા હતા. આ બંને પાસેથી સેનાના જવાનોને બે પિસ્તોલ, પાંચ હેન્ડ ગ્રેનેડ અને અન્ય યુદ્ધ સામગ્રી મળી હતી. આ અંગે ભારતીય સેનાએ જાણકારી આપી હતી. આ બે શકમંદ એવા સમયે ઝડપાયા હતા.