નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ત્રણ તાલુકામાં એલર્ટ અપાયું, 25થી વધુ ગામને સર્તક રહેવા સૂચના

Contact News Publisher

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાં એલર્ટ અપાયું છે. નર્મદા નદીમાં પાણીનું સ્તર વધતા ડભોઇ, કરજણ અને શિનોર તાલુકામાં એલર્ટ જાહેર કરાયું છે. ત્રણ તાલુકાના આશરે 25થી વધુ ગામને સર્તક કરવામાં આવ્યું છે. કરજણના 11 અને શિનોરના પણ 11 નદી કાંઠા ગામને સાવચેત કરવામાં આવ્યાં છે. તો ડભોઇના નર્મદા કાંઠા ગામના લોકોને સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં તલાટી અને સરપંચને ગામમાં જ રહેવા માટે તંત્રએ સૂચના આપી છે. સાથે સાથે નાગરિકોને બિનજરૂરી નદી કાંઠે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

Exclusive News