ચાલું બાઈકમાં પાછળ ફરીને ગર્લફ્રેન્ડને કરી એવી કિસ કે લોકો જોતા જ રહી ગયા

Contact News Publisher

રિલ્સના ચક્કરમાં યુવાનો જવાનીનો નશો ચઢ્યો છે અને આ નશામાં ભાન ભૂલી ગયા છે જાહેર કે ખાનગી હવે બધું ઉઘાડું થવા લાગ્યું છે. દોડતી બાઈક પર અશોભનીય હરકતો પહેલા પણ સામે આવી ચૂકી છે તેમાં એકનો વધારો થયો છે.રાજસ્થાનના જયપુરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતી બાઇક પર કિસ કરતા કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે. આ સમય દરમિયાન પોતાના અને અન્ય લોકોને જીવને જોખમમાં મૂકીને રસ્તા પર અશ્લીલ હરકતો કરી રહેલા આ દંપતીએ હેલ્મેટ પણ પહેર્યું ન હતું. જયપુર પોલીસે આ કેસમાં બાક સવાર યુવકને દંડ ફટકાર્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક વ્યસ્ત રસ્તા પર મોટરસાઈકલ ચલાવતો હોય છે, જ્યારે મહિલા તેની પાછળ બેઠી હોય છે. બાઈક ચલાવતી વખતે યુવાનનું ધ્યાન રસ્તા પર નહીં પરંતુ પાછળ બેસાડેલી ગર્લફ્રેન્ડ પર હતું અને તેમની કિસ દરમિયાન પણ બાઈક દોડતી રહી હતી. આ સમય દરમિયાન તેમાંથી કોઈએ પણ હેલ્મેટ પહેર્યું ન હતું. આ કપલની આ કરતૂતને કેટલાક સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જે બાદ તરત જ આ વીડિયો વાયરલ થયો હતો.