સંસદનું વિશેષ સત્ર શરૂ : PM મોદીએ જૂના સંસદની વિદાય સમયે પૂર્વ વડાપ્રધાન નહેરુ, ઈન્દિરા, રાજીવ ગાંધીને યાદ કર્યા

Contact News Publisher

સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સંસદના પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનથી થશે જ્યારે બીજા દિવસની કાર્યવાહી નવા સંસદ ભવનમાં થશે. વિશેષ સત્ર માટે સરકારે મહત્વની તૈયારીઓ કરી છે. આ દરમિયાન વિશેષ સત્રની શરૂઆત થતાં જ રાજ્યસભા અને લોકસભામાં હોબાળો મચી ગયો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ એ જ ગૃહ છે જ્યાં 4 સાંસદવાળી પાર્ટી સત્તામાં રહી છે અને 100 સાંસદવાળી વિપક્ષમાં…. આપણે અહીંથી એક નવા ઉત્સાહ અને ઉમંગ સાથે વિદાય લઈશું. નહેરુજીના ગુણગાન જો ગૃહમાં થશે તો કયો સભ્ય હશે જે તેના પર તાળી નહીં વગાડે.

પીએમ મોદીએ કહ્યું કે એવા અગણિત લોકો હશે જેમણે આપણે સારી રીતે કામ કરીએ છીએ, ઝડપથી કામ કરી શકીએ તેના માટે યોગદાન આપ્યું હશે. આ રીતે યોગદાન આપનારા લોકોને હું અને ખાસ કરીને આ ગૃહ વતી નમન કરું છું. આતંકી હુમલો થયો. સમગ્ર વિશ્વમાં આ હુમલો એક ઈમારત પર નહોતો પણ એક રીતે આપણા જીવાત્મા પર હુમલો હતો. આ દેશ એ ઘટનાને ક્યારેય નહીં ભૂલી શકે પણ આતંકીઓ સાથે લડતા લડતાં સભ્યોને બચાવવા માટે જેમણે પોતાની છાતી પર ગોળીઓ ખાધી આજે હું તે સૌને નમન કરું છું.

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું કે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, શાસ્ત્રીજીથી લઈને મનમોહન સિંહ સુધી બધાએ દેશને નવી દિશા આપી. આજે સૌના ગુણગાન કરવાનો સમય છે. સૌએ આ ગૃહને સમૃદ્ધ કરવા અને દેશના સામાન્યથી સામાન્ય નાગરિકને અવાજ આપવાનું કામ કર્યું છે. રાજીવજી, ઈન્દિરાજીને જ્યારે દેશએ ગુમાવ્યાં ત્યારે જ આ ગૃહે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.