PM મોદી 27 સપ્ટેમ્બરે આવશે ગુજરાત, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ

Contact News Publisher

2 ઓક્ટોબરના બદલે પીએમ મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેશે. મહિલા અનામત બિલ પસાર થયા બાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત હોવાથી ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કર્યું છે. પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ પર મહિલા સંમેલન યોજવામાં આવશે.આ સંમેલનમાં 10 હજારથી વધુ મહિલાઓ સામેલ થાય તેવી કવાયત હાથ ધરાશે. આ પ્રસંગે મહિલાઓ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરશે. કાર્યક્રમના આયોજનને લઈ અમદાવાદ ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અમદાવાદના કાર્યક્રમ બાદ પીએમ મોદી બોડેલી જશે. જ્યાં શિક્ષણ વિભાગના 5 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.