કેનેડા-ભારત વિવાદને કારણે વિદ્યાર્થીઓનું ટેન્શન વધ્યું, શું સ્ટુડન્ટના વિઝા થશે કેન્સલ?

Contact News Publisher

કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની અલગતાવાદી નેતાની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. આ પછી સ્થિતિ તંગ બની ગઈ છે. આ દરમિયાન વિદેશ મંત્રાલય એ પણ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.કેનેડામાં રહેતા મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ હવે વિઝા કેન્સલ થવાના ભયનો સામનો કરી રહ્યા છેવિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ત્યાં વધી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓ અને અપરાધિક હિંસાને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરી છે. તેમજ કેનેડા જવાના નાગરિકોએ પણ સાવચેતી રાખવી જોઈએ.કેનેડામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેનેડામાં રહેતા 40 ટકા લોકો ભારતીય વિદ્યાર્થીઓ છે. 2022માં તેમની સંખ્યા લગભગ 3,20,000 હતીહાલમાં પંજાબના લગભગ બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્ટડી વિઝા પર કેનેડા ગયા છે.એજ્યુકેશનનો રિપોર્ટ દર્શાવે છે કે વર્ષ 2022માં 1.18 લાખ ભારતીયો કેનેડાના કાયમી નિવાસી બન્યા હતા. ફાર્મસી, ફાઇનાન્સ, નર્સિંગ અને ડેન્ટલ અભ્યાસમાં કેનેડામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે.