મધ્યપ્રદેશના ઉજ્જેનમાં પરિવારનો સામૂહિક આપઘાત પતિ-પત્ની-2 બાળકો આપઘાત કરીને મર્યાં પતિએ ગળેફાંસો ખાધો, બાકીના ત્રણે ઝેરી દવા પીધી

Contact News Publisher

આજીવિકા માટે જે ફૂલનો ધંધો કરતો હતો તે જ ફૂલ તેની અને તેના પરિવારની અર્થીમાં ચડ્યાં. પૈસા માટે એક આખો હસતો-ખેલતો પરિવાર ખતમ થઈ ગયો. આવી ઘટનાઓ બને છે ત્યારે ખબર પડે છે દેવું કરવા કરતાં ઓછા રુપિયામાં જીવી જવું સારું. મધ્યપ્રદેશના ઉજ્જેનમાં ફૂલનો ધંધો કરતા એક શખ્સે પત્ની બે બાળકો સાથે મળીને ઘરમાં જ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે.  મનોજ રાઠોડની સાથે તેની પત્ની મમતા, 4 વર્ષનો પુત્ર લકી અને પુત્રી કનક પણ હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આને સામુહિક આત્મહત્યાનો કેસ માનવામાં આવી રહ્યો છે. ઉજ્જૈનના જીવાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મહાવીરનગરથી પોલીસને જાણ કરવામાં આવી હતી કે પરિવારના ચારેય સભ્યો એક મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મનોજ રાઠોડનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યો જમીન પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેના મોઢામાંથી ફીણ નીકળતું હતું. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલતા પહેલા એફએસએલની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી હતી.મમતાએ 5 વર્ષ પહેલા મનોજ રાઠોડ સાથે લગ્ન કર્યા હતા. મમતાના આ બીજા લગ્ન હતા. મમતાના બે બાળકો તેના પહેલા પતિના છે. પહેલા પતિ સાથે વિવાદ થયા બાદ મમતા અલગ રહેતી હતી. મમતા અને મનોજ બંનેનું ઘર આમને-સામને હોવાને કારણે મિત્રો બની ગયા હતા. સુમિત્રાના કહેવા પ્રમાણે મનોજ પર પણ ઘણું દેવું હતું. કુલ દેવું કેટલું હતું તે જાણી શકાયું નથી, પરંતુ તે દરરોજ સંબંધીઓ પાસેથી પૈસા માંગતો હતો.