સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, કોર્ટમાં 2656 નવી જગ્યા ઉભી કરાઇ

Contact News Publisher

રાજ્યમાં આવેલી જીલ્લા તેમજ તાલુકા કોર્ટોમાં ખાલી રહેલી વિવિધ જગ્યાઓ પર ભરતી  આગામી  ટૂંક સમયમાં ભરતી કરવામાં આવનાર છે.  જેને લઈ હાઈકોર્ટનાં પત્રનાં આધારે કાયદા વિભાગ દ્વારા રાજ્યની જીલ્લા તથા તાલુકા કોર્ટમાં નવીન જગ્યાએ ઉભી કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ જીલ્લા તથા તાલુકા કોર્ટેમાં કુલ 2656 નવી જગ્યાઓ ઉભી કરાશે

  • રાજ્યની જીલ્લા તેમજ તાલુકા કોર્ટોમાં 2656 નવીન જગ્યાઓ ઉભી કરાઈ
  • જીલ્લા કોર્ટોમાં 1871 તો તાલુકા કોર્ટોમાં 785 જગ્યાઓ ઉભી કરવામાં આવી
  • હાઇકોર્ટના પત્રના આધારે કાયદા વિભાગનો નવી જગ્યા ઉભી કરવાનો નિર્ણય

રાજ્યની જીલ્લા કોર્ટોમાં 1871 તો તાલુકા કોર્ટોમાં 785 જગ્યાઓ ઉભી કરવામાં આવી છે.  જેમાં રજીસ્ટ્રાર, એડિશનલ રજીસ્ટ્રાર, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગુજરાતી સ્ટેનોગ્રાફરની જગ્યાઓ ઉભી કરાઈ છે. જેમાં આસિસ્ટન્ટ ટૂ પ્રિન્સિપલ વર્ગ 1 ની જગ્યાઓ ઉભી કરાઈ છે.  તેમજ વર્ગ 2 ની ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને વર્ગ 3 માં હેડક્લાર્કની જગ્યાઓ ઉભી કરાઈ છે. તેમજ સિનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટની તથા લાયબ્રેરિયનની પણ જગ્યાઓ ઉભી કરાઈ છે.