ભુજ શહેર ની હોટલ પ્રિન્સ સામે પાર્લરના ધંધાર્થીને લુંટનાર બે ઇસમ ઝડપાયા

Contact News Publisher

ગત 5 સપ્ટેમ્બરના પ્રિન્સ હોટલ સામેની ગલીમાં રાત્રે 1 વાગ્યાના અરસામાં પાન પાર્લર ચલાવતા વેપારીની આંખમાં મરચા નાખી રૂપિયા 60 હજાર અને મોબાઈલની લુંટ કરનાર ભુજના બે ઇસમોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

મળતી વિગતો  મુજબ ભુજના જેષ્ઠાનગરમાં રહેતા અને પાન પાર્લર ચલાવતા હસમુખ રસિકલાલ ઠક્કરની આંખમાં મરચા નાખી રોકડ રૂપિયા 60 હજાર અને એક મોબાઈલની લુંટ કરી બે અજાણ્યા ઈસમો નાસી ગયા હતા.બનાવને પગલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાયા બાદ પોલીસ હ્યુમનરીસોર્સીસ તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાના ઉપયોગથી આરોપીઓને શોધી રહી હતી.દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે લુંટના ગુનાને અંજામ આપનાર ભુજના નોડે ફળિયામાં રહેતા અકરમ અલીમામદ ખલીફા અને કેમ્પ એરિયાના જુબેર અબ્દુલ ખલીફા હોવાનું જાણવા મળ્યું હતું.

બાતમીને આધારે બન્ને ઇસમોને પકડી લઇ યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા બન્ને આરોપીઓએ સાથે મળી લુંટ કરી હોવાની કબુલાત આપી હતી.પોલીસે આરોપીઓ પાસેથી લુંટમાં ગયેલા રોકડ રૂપિયા 60 હજાર,રૂપિયા 4 હજારનો રીયલમી કંપનીનો મોબાઈલ અને લુંટના ગુનાને અંજામ આપવામાં ઉપયોગમાં લેવાયેલી જીજે 12 ઈકે 5333 નંબરની બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.