BJP સાંસદ રમેશ બિધૂડીનાં વિવાદસ્પદ નિવેદનનો મામલો

Contact News Publisher

ભારતીય જનતા પાર્ટીનાં લોકસભા સાંસદ રમેશ બિધૂડીએ પોતાના સંસદ સહયોગી બહુજન સમાજ પાર્ટીનાં દાનિશ અલીની સામે હિંસક મુસ્લિમ વિરોધી અપશબ્દોનો ઉપયોગ કર્યો. ગુરુવારે બિધૂડી દ્વારા સંસદમાં કહેવામાં આવેલી વાતો વાયરલ થઈ. જો કે સંસદયી કાર્યવાહીથી તેમની વિવાદસ્પદ ટિપ્પણીને હટાવી દેવામાં આવી છે. બસપાએ રમેશ બિધૂડીની સદસ્યતા રદ કરવાની માંગ કરી છે.ભારતીય જનતા પાર્ટીએ સાંસદ રમેશ બિધૂડીની સામે કારણ જણાવો નોટિસ ફટકારી છે. માહિતી અનુસાર પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડાનાં નિર્દેશ પર પાર્ટીએ આ નોટિસ જારી કરી છે.  હવે બિધૂડીએ 15 દિવસની અંદર પાર્ટીને જવાબ આપવો પડશે.સ્પીકર ઓમ બિરલાએ રમેશ બિધૂડી સાથએ વાત કરી અને તેમના નિવેદન પર ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. ઓમ બિરલાએ રમેશ બિધૂડીને ફટકાર લગાડ્યાં બાદ તેમને ભાષાની મર્યાદા જાળવવાની ચેતવણી પણ આપી હતી.