પોરબંદરમાં નેવીની BSO ઓફિસમાં મહિલાને ધમકાવીને શારીરિક અડપલા કર્યા

Contact News Publisher

પોરબંદરના બોખીરામાં આવેલા નેવીની બી.એસ.ઓ. ઓફિસમાં એક મહિલા સાથે શારીરિક અડપલા કરીને છેડછાડ થતા અને હત્યાની ધમકી નેવીના જ ટેકનીશ્યન દ્વારા અપાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષની પરિણીતાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તા. ૬-૬ના સવારે ૧૧.૩૦ કલાકે તેની સાથે બળજબરીની કોશિશ થઈ હતી. જેમાં બનાવમાં એવું જણાવ્યું છે કે, ત્રણ માઈલ પાસે મિલેટ્રી એન્જિનિયરિંગ સર્વિસ નેવીની બીએસઓ ઓફિસમાં ફર્નાન્ડો નામના ટેકનિશ્યન શક્શે. આ મહિલાને મોઢે મુંગો દઈને ખરાબ માંગણી કરી હતી તથા બળજબરીપૂર્વક શારીરિક અડપલા કર્યા હતા. તેના કપડા ઉતારવાની કોશિશ પણ કરી હતી અને આ બાબત કોઈને કહેશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી.

આ બનાવની હવે પોલીસ ફરિયાદ નોંધાતા આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તા. ૬-૬ના બનેલા આ બનાવમાં હવે પોલીસ ફરિયાદ થતા સુરક્ષા એજન્સીમાં પણ અનેક ચર્ચાઓ જાગી છે. જાણવા મળતી વિગત પ્રમાણે આ મહિલા પણ ત્યાંજ કામ કરતી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.