મુંદરામાં કન્ટ્રકશન સાઇડ પર પાણીના ખાડામાં ડૂબી જતાં બાળકીનું થયું મોત

Contact News Publisher

પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવમાં યુવાન, બાળકી અને મહિલા જીવન પર પૂર્વણ વિરામ મુકાઇ ગયો છે. કોડાય પોલીસ માથકેાથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજના ભાનુશાલીનગરમાં રહેતા અને મુળ ધૂણઇ ગામના કિરણભાઇ રમેશભાઇ ભાનુશાલી (ઉ.વ.૩૩) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર તેમના ધૂણઇ ગામે આવેલા મકાનમાં પંખા પર રસ્સો બાંધી આપઘાત કરી લીધો હતો. ઘટના સમયે મૃતકના પત્ની ભુજ હતા. મરણજનાર ધૂણઇ ગામે તેમના ઘરે એકલા હતા. ત્યારે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે. યુવાનના આપઘાત પાછળના કારણો જાણવા ઇન્ચાર પીએસઆઇ યુ.કે.જાદવએ આગળની તપાસ હાથ ધરી છે.તો, બીજીતરફ મૂળ અલીરાજપુર જિલ્લાના હાલ મુંદરાના બારોઇ રોડ પર ભવાનભાઇ વાલજીભાઇ રોશીયાની બાંધકામ સાઇડ પર કામ કરતા ઇતેશ કરમશીભાઇ વાઘેલા નામના શ્રમજીવીની ૪ વર્ષ દિકરી ઉશીકા કન્ટ્રકશન સાઇડ પર વરસાદના પાણીથી ભરેલા ખાડામાં રમતા રમતા પડી જતાં તેનું સારવાર પહેલાં મોત નીપજ્યું હતું. મૃતક બાળકીના માતા-પિતા બાંધામની સાઇડ પર કામ કરી રહ્યા હતા. તેમની દિકરી ન દેખાતાં તપાસ કરી હતી. દરમિયાન ખાડાના પાણીમાં દિકરીની ચંપલ મળી આવી હતી. તાત્કાલિક હતભાગી બાળકીને હોસ્પિટલ લઇ જવાતાં તબીબે મૃત જાહેર કરી હતી.મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે માતાનામઢ ગામે ગુરૃવારે સાંજે ૬ વાગ્યાના અરસમાં હંસાબેન ખીમજીભાઇ મહેશ્વરી નામના મહિલાએ કોઇ અગમ્ય કારણોસર જંતુ નાશક ઝેરી દવા પી લેતાં પ્રાથમ દયાપર સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વાધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે સારવાર દરમિયાન શુક્રવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. દયાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.