અંતે ડાકોરમાં VIP દર્શનનો નિર્ણય પરત ખેંચાયો: હવેથી 500 રૂપિયામાં કોઈપણ વ્યક્તિ વીઆઇપી દર્શન નહીં કરી શકે

Contact News Publisher

યાત્રાધામ ડાકોર મંદિરમાં VIP દર્શનનો નિર્ણય પાછો ખેંચાયો છે. ખેડા ખાતે ડાકોરના ઠાકોર કરોડો લોકોની આસ્થાના અખૂટ સાગર સમાન છે.  ડાકોર મંદિરમાં પૈસા આપી VIP દર્શન કરાવવામાં આવતું હોવાનો મુદ્દે ઘમાસાણ સર્જાયું હતું. અગાઉ ડાકોર મંદિરમાં VIP દર્શન બંધ કરાવવાની માંગ સાથે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. ધર્મના નામે ધંધા સમાન આ પ્રથા અંગે સોશિયલ મીડિયામાં મુદ્દો ગરમાયો હતો અને ભક્તોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી હતી. જોકે હવે ડાકોર ટેમ્પલ સમિતિ દ્વારા સત્તાવાર જાહેરાત કરી VIP દર્શનનો નિર્ણય પાછો ખેંચાયો છે.

ડાકોર મંદિરમાં VIP દર્શનનો નિર્ણય પાછો ખેંચાયો છે. ડાકોર ટેમ્પલ કમિટીએ શુક્રવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. મહત્વનું છે કે, અગાઉ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયલ નિર્ણય મુજબ VIP દર્શન માટે ભક્તો પાસેથી રૂપિયા લેવાતા હતા. આ તરફ VIP દર્શનના નિર્ણયને લઈ ઉગ્ર વિરોધ પણ થયો હતો. મહત્વનું છે કે, અગાઉ ઠાસરા તાલુકાના સરપંચ અને હિન્દૂ સંગઠનોએ વિરોધ કર્યો હતો. જોકે અંતે હવે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.

અગાઉ ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા વિવાદિત નિર્ણય લેવાયો હતો. જેમાં હવે ભક્તોએ રણછોડ રાયના નજીકથી દર્શન માટે રૂ.500 ચૂકવવા પડશે. આ સાથે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. આ સાથે  મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. જેને લઈને ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.