વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી

Contact News Publisher

વલસાડઃગુજરાતમાં ટ્રેનમાં આગ લાગવાની સતત બીજી ઘટના પ્રકાશમાં આવી છે.વલસાડથી સુરત જતી ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગવાની ઘટના બનતાં જ મુસાફરોને સુરક્ષિત બહાર મોકલી દેવામાં આવ્યા હતાં. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ અંગેની જાણકારી આપી હતી. આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. વલસાડના છીપાવાડ વિસ્તાર નજીક આગની ઘટના બનતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. આગ લાગવાની ઘટનાને લીધે રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. ટ્રેનના જનરેટર કોચમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી હતી. ટ્રેનમાંથી મુસાફરોને રેલવેના અધિકારીઓએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હોવાથી મોટી જાનહાની ટળી હતી. ગત 16 સપ્ટેમ્બરે દાહોદ નજીક જેકોટ રેલવે સ્ટેશન પર આવીને ઉભેલી દાહોદ-આણંદ મેમુ ટ્રેનના કોચમાં ઓચિંતી આગ ફીટ નીકળતા ટ્રેનમાં બેસેલા અને સ્ટેશન ઉપર ઉભેલા મુસાફરોમાં ભાગદોડ મચી ગઇ હતી જો કે કોચમાં શરૃઆતમાં ધુમાડો નીકળતા સમય પારખી ગયેલા મુસાફરો નીચે ઉતરી જતા જાનહાનિ ટળી હતી. ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાના પગલે મુંબઇ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર આશરે ૩ કલાક ખોરવાયો હતો.ટ્રેન નંબર ૦૯૩૫૦ દાહોદ-આણંદ સ્પેશિયલ મેમુ તેના નિર્ધારીત સમયે સવારના ૧૧.૩૮ કલાકે આણંદ તરફ રવાના કરી દેવામાં આવી હતી.