મહિસાગરમાં આચાર્ય અને શિક્ષક 26000 ની લાંચ લેતા ઝડપાયા

Contact News Publisher

મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા સ્થિત એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષક લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે. આચર્યની ઓફિસમાં જ લાંચની રકમ સ્વિકારતા એસીબીએ ઝડપી લઈને બંનેની ધરપકડ કરી છે. આચાર્ય અને શિક્ષક બંનેએ વિદ્યાર્થીઓને અપાતા ભોજન અને નાસ્તાના બીલની રકમમાંથી ત્રણ ટકા લેખે રકમ માંગી હતી. આ માટે પહેલા અડધી રકમ બીલ મુજબ લાંચ પેટે આપ્યા બાદ બાકીની રકમ માટે લાંચ માંગતા એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી.ખાનગી કંપની દ્વારા એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભોજન અને ચા નાસ્તો આપવામાં આવે છે. આ માટેના કોન્ટ્રાક્ટ હેઠળ નક્કી કરેલ દર મુજબ રકમ ખાનગી કંપનીને ચુકવવામાં આવતી હતી. જે ભોજન અને નાસ્તાના સંચાલન માટે એક જનરલ મેનેજર શાળામાં ખાનગી કંપની દ્વારા ફરજ બજાવતો હતો. જેની પાસે લાંચની રકમ માંગતા તેમણે કંપનીના માલિકને લાંચ અંગે જાણ કરી હતી