મારકૂટથી કંટાળી ગયેલી પત્નીએ નશાખોર પતિને મોતને ઘાટ ઉતાર્યો

Contact News Publisher

માંડવી તાલુકાના ફરાદી ગામે નશામાં મારકુટ કરતા પતિાથી કંટાળેલી પત્ની પતિને માથા પર ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે. કોડાય પોલીસે આરોપીઓ સામે હત્યાની કલમ તળે ગુનો ધરપકડ માટે તપાસ તેજ કરી આરોપીઓ પોલીસના હાથ વેંતમાં હોવાનું બહાર આવ્યું છે.

કોડાય પોલીસ માથકે મૃતકના ભાઇ મામદ ઇશાક ચૌહાણ તેમના ભાભી સકીના દાઉદ ચૌહાણ અને ભત્રીજા સમીર દાઉદ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ જણાવ્યા પ્રમાણે ફરિયાદીનો ભત્રીજો રવિવારે રાત્રે નવ વાગ્યે ફરિયાદીના ઘરે આવ્યો હતો. અને કહ્યું હતું કે, મારા પિતા દારૃના નશામાં મને અને મારી માતા સાથે ઝઘડો કરી મારકુટ કરે છે. હવે અમે સહન નહીં કરીએ તમે આવીને તમારા ભાઇને સમજાવો જેાથી ફરિયાદીએ ભત્રીજા સમીરને કહ્યું હતું કે, સવારે તારા પિતાને સમજાવીશ દરમિયાન પરોઢે ત્રણ વાગ્યે ફરિયાદીને ભત્રીજાએ ફોન પર જાણ થઇ હતી કે, તમારા ભાઇની તબીયત સારી નાથી જલદી આવો જેાથી ફરિયાદીએ મૃતકના ઘરે જઇને તપાસ કરતાં ફરિયાદીના ભાઇ લોહીલૂહાણ હાલતમાં ખાટલામાં પડેલા જોવા મળ્યા હતા. જેાથી તાત્કાલિક ફરિયાદી તેના ભાઇને હોસ્પિટલે લઇ જતાં જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. બાદમાં પુછપરછમાં ફરિયાદીના ભત્રીજાએ કાકાને કહ્યું હતું કે, મારા માતા અને પિતા વચ્ચે રાત્રે ઝઘડો થયો હતો. ત્યારે મારી માતાએ દુપટ્ટો મને આપ્યો અને મે મારા પિતાના બે હાથ દુપટ્ટાથી બાંધી નાખ્યા હતા. મારી માતાએ મારા પિતાને માથાના ભાગે ધોકાથી માર મારતાં મારા પિતાનું મૃત્યું થયું છે. ભત્રીજા સમીરે સમગ્ર ઘટના અંગે ફરિયાદી કાકાને જાણવતાં બન્ને વિરૃાધ કોડાય પોલીસ માથકમાં હત્યાની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો. કોડાય પોલીસ માથકના ઇન્ચાર્જ પીએસઆઇ યુ.કે.જાદવે જણાવ્યું હતું કે, આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આરોપીઓ હાથ વેંતમાં જ છે. આગળની કાર્યવાહી ચાલુ છે.